આ કાકાની ઉંમર એકસો ત્રીસ (130) વરસની છે...તેમને હવે વધું જીવવું નથી પણ તે શું કરે! કારણકે મોત આપણા હાથમાં હોતું નથી. કુદરતે જેટલું આયુષ્ય આપણને આપ્યું હોયછે તેટલું આપણે ફરજીઆત જીવવું જ
પડે છે.
તેમને હવે તેમનું મોત પણ બી ને પાછું જતું લાગે છે...કયારેક તેમને કોઇ નાની મોટી બિમારી આવી પડે ત્યારે તે એમ સમજે છે કે હાશ, હવે મારું મોત આ બિમારીથી ચોક્કસ આવી જશે ને આ દુ:ખ ભરી જીંદગીથી છુટકારો પામીશ. પણ પછી શું! બિમારીમાંથી તેઓ ઝટ સાજા થઈ જાય છે ને નજીક આવેલું મોત પાછું ચાલી જાયછે...
મરવું છે પણ મરી શકાતું નથી, ને જેને વધું જીવવું છે તેને મોત જલદી ખેચી જાયછે.
આવીછે આપણી જીંદગી!