.....જયારે કોઇને સેવા કરવી હોય અથવા કોઇના માટે કંઇક કરવું હોય તો તેના દિલ દિમાગમાં જાત જાતના વિચારો આવતા હોયછે કે કેમ કરીને હું કોઇના કામમાં આવું!
તો આનો અર્થ એ થાયછે કે... જયારે તમને આ પ્રમાણે વિચાર આવેછે ત્યારે તે ખરેખર ઉપરવાળાની પણ એક ઇચ્છા હોયછે ને તે તમને એક ઇશારો જ કરેછે કે તું આમ કર કે તેમ કર...
એવી રીતે એક કાકાને પણ આમ જ એક વિચાર આવ્યો કે મારી પાસે ઘણાબધા પૈસા છે તો હું કેવી રીતે કોઇના કામ માટે વાપરુ શકું! મારે મારા પૈસાનો એક સારો સદઉપયોગ કરવો છે તો શું કરું કે તે મારા પૈસા કોઇના સારા કામમાં વપરાય!
....તો તે એક દિવસ તેમના ગામના મોટા બજારમાં બેઠા હતા ત્યારે તેમની નજર એક ચણ નાખતા માણસ ઉપર પડી ને તે વિચારતા હતા કે પંક્ષીઓ ચણ ખાવા તો આવેછે ને ચણ ખાધા પછી ઉડીને તેઓ ગમે તે મકાન કે છાપરે બેસી જાયછે માટે તેમને સરખું બેસવાનું પણ હોતું નથી.
આજ કાલ લોકો નવા મકાન બનાવે છે તેમાં મોટે ભાગે અગાસીઓ જ બનતી હોયછે માટે તેમને સરખી બેસવાની જગ્યા પણ નથી મળતી!
વરસાદ, તાપ, ઠંડી, તેઓ હમેશાં સહન કરતા આવ્યા હોયછે..તો ચાલને હું એક એવું ચીડીયાઘર બનાવું કે જેથી તેઓ ચણ ખાધા પછી તરત આરામ માટે પોતાના ચીડીયાઘરમાં બેસી તો શકે!!!
લોકો બીજા માટે ગમે તે બનાવે પણ હું પક્ષીઓ માટે કંઇક બનાવું
બસ આ જ વિચારે તેમને ચીડીયાઘર બનાવવાનું વિચાર્યું તરત તેના પાયા બીજા દિવસે ખોદી નાખ્યા ને જાતે દેખરેખ કરીને તેમને થોડાક સમયમાં ઉભું પણ કરી દીધું...બસ થોડાક દિવસ પછી દરેક પક્ષીઓ તેમને ઘણા જ આર્શીવાદ પણ આપશે ને વિચારશે કે કોઇ નહી તો એક કાકા તો અમને મળ્યા અમારું કંઇક ભલું ઇચ્છનારા.
જુઓ આ છે એક કાકાનો પક્ષી પ્રેમ..તો તમને કેવો પ્રેમ છે કોઇની ઉપર! કદાચ કંઇક કરવાનો!