મા મારી મા, મને બહુ છે વ્હાલી,
તને જોઈ ખીલે મારા ગાલની લાલી.
તારી વાતોને લગાવું સર આંખો પર,
મુસીબતમાં હંમેશા મારૂ કામ કરે પાર...મા મારી મા
મારૂ તોફાન તને હેરાન કરે જ્યારે,
સહન હું કરીશ તારી હર સજા....મા મારી મા
મને જો કોઈ સતાવે જરા જો,
ઉપરાણું લઈને વઢે બહુ તેને....મા મારી મા