⏯? *વાંચજો જરૂર અને પસંદ પડે તો આગળ forward પણ અવશ્ય કરજો ...!*?⤵
?ઉનાળાના કાળઝાળ તડકામાં એક બહારવટિયો રાતે *લૂંટવા માટેના ગામની*તપાસમાં નીકળ્યો છે. _
_રસ્તામાં તરસ
લાગી. ગળું સુકાવા માંડ્યું.
?એક બાઈને
કૂવાને કાંઠે બેડું ઉપાડતી જોઈ પૂછ્યું,
*'બેટા! દીકરી! મને પાણી પાઈશ ?'*
_બાઈ બોલી, 'અરે *બાપુ,* પાણી શું ઘરે હાલો. મારા હાથનો રોટલો ખવરાવું.'_
_પાણી પાયું. તાણ્ય કરીને ઘરે લઈ ગઈ.
_ફુલીને મોભારે અડે એવા રોટલાને માથે કોપટી ફોડીને માખણનો લોંદો મૂકીને બહારવટિયાને ભાવથી જમાડ્યો.
?બહારવટિયો ખૂંખાર ખરો, પરંતુ *'બાપ'*
અને *'દીકરી'* આ બે શબ્દોએ *તેને ઓગાળી નાખ્યો* તેનાથી રે’વાણું નઈ_
_અને બોલાઈ ગયું, *'દીકરી,* આજ રાતે
હું મારા ભેરુને લઈને આ *ગામ લૂંટવા*આવવાનો છું. _
_તેં મને *'બાપ'* કીધો. હવે તો તું *મારી 'દીકરી'*
છો.
_તારા ઘરની બારે
*ગોખલે બે દીવા મૂકજે.* તારું ઘર કોઈ નઈ લૂંટે.
?રાતે ગામના ચોકમાં હાકલ પડી.
_બંદૂકના ભડાકા થયા. ભેરુ ગામમાં લૂંટ કરવા ઊપડ્યા.
_પરંતુ જ્યાં જ્યાં જાય
ત્યાં *ઘરે ઘરે બે દીવા* તેમના જોવામાં આવ્યા.
_મુંજાયેલા ભેરુઓએ આવીને બહારવટિયાને વાત કરી.
*બહારવટિયો *દીકરીના ઘરે ગયો* _
_અને,
_કહ્યું, *'દીકરી* મેં તો તને *તારા ઘરની બાર* બે દીવા મૂકવાનું કીધું'તું.
તેં આ શું કર્યું ?'
? *દીકરી બોલી,* *'બાપુ!*, *દીકરીનું સાસરું બાપથી લુટાય ?'*
*'દીકરીનું સાસરું’__* -_આટલું સાંભળતા તો
એ ખૂંખાર બહારવટિયો ભાંગી પડ્યો.
બંદૂક ઢીંચણ માથે પછાડીને ભાંગી
નાખી અને ચોધાર આંસુડે રોવા માંડ્યો.
_એટલું જ તેનાથી બોલાણું,_
_*'દીકરી! તારા જેવી* *ભગવાને મને ?એક દીકરી?આપી હોત તો આ પાપના પોટલાં મારા હાથે નો બાંધત.*
? *નસીબદાર ને ત્યાં દિકરી હૉય,