The 111th Janma Jayanti of Param Pujya Dada Bhagwan....
હું સહ પરિવાર આ પ્રસંગ ને માણવા અડાલજ ત્રીમંદિર ગયો. હજારો ની સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓ સાથે મેં આ લહાવો ગઈકાલે લીધો.
આમતો મારા માટે આવડા મોટા પ્રસંગ એક ટેક્નિકલ રીતે જોતો હોવ છું કે કઈ રીતે પાર પડે. સુંદર આયોજન અને સેવકોની કર્મ નિષ્ઠા. કાર પાર્ક કરી નીકળતો હતો ત્યાંજ એક ૧૫ વર્ષ નો કિશોર આવ્યો મને કહ્યું આ જુવો ૨૫ નંબર ની રો છે એ યાદ રાખજો. આટલા દિવસથી થાકેલો, તડકો અને ધૂળ ખાધા પછી પણ આટલી જોરદાર કર્મ નિષ્ઠા.
ત્યાંથી જેવા અંદર ગયા જોવા જેવી દુનિયા એ થીમ ઉપર ખુબજ સુંદર ઓડિઓ વિઝ્યુલ હોલ હતા જેમાં દરેકે દરેક ઉમરના બાળકો, મોટેરાઓ માટે અલગ અલગ થિમ હતી. એમાં પણ એક થીમ હતી U TURN જિંદગીમાં જ્યાંપણ એવું લાગે ખોટું કરી રહ્યા છો U TURN લઈ લો જાગ્યા ત્યારથી સવાર. ખૂબજ સુંદર આયોજન અને કર્મ નિષ્ઠા. દરેકે દરેક કાર્યકર્તા પોતાની નિષ્ઠાથી સેવા આપી રહ્યા હતો.
રાત્રે અગિયાર વાગે ફરી કાર પાસે આવ્યો ત્યારે આજે છેલ્લો દિવસ હોવાથી એ જ કાર્યકરો પોસ્ટરો અને બેનરો કાઢીને મેદાન સાફ કરી રહ્યા હતા. આવીજ નિષ્ઠા બધાજ વ્યક્તિઓ રાખતા થાય તો આપણા દેશને કોઈજ મહાશક્તિ બનતા રોકી ના શકે...
આપણા દેશમાં બધામાં દેશદાઝ અને દેશપ્રેમ નો ખુબજ અભાવ છે.
ખુબ જ અદ્ભુત આયોજન...
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...