ગઈકાલે એટલે કે રવિવારે સાંજે જોરદાર સંયોગ સર્જાયો મેં વિચાર્યું હતું કે મંગળવાર મારે વીક ઓફ હોય ત્યારે હું અમદાવાદ નેશનલ બૂક ફેર માં જઈશ પણ ત્યાંજ એક મિત્ર નો ફોન આવ્યો કે આજે અહીંયા કવિતા ઉપર વર્કશોપ ચાલે છે જેમાં રઇસ મણિયાર સાહેબ ખૂબ જ સરસ સમજાવે છે. એટલે હું ફટાફટ ત્યાં પહોંચ્યો જ્યાં મને શેફાલી મળી. જ્યારે એ પતાવી ને અમે માતૃભારતી ના સ્ટોલ પર ગયા ત્યારે મને ત્યાં મહેન્દ્રભાઈ અને મારી ફેવરીટ બૂક ના લેખક સિદ્ધાર્થ છાયા મળ્યાં. બંને ને મળી ને અને એમની જોડે વાત કરીને ખૂબ જ આનંદ મળ્યો. સાથે મેં ત્યાંથી સિદ્ધાર્થ સાહેબની શાંતનું બૂક ખરીદી અને શુભેચ્છા ઓટોગ્રાફ લીધો. મારી જિંદગીની ખુબજ અદ્ભૂત અને રોમાંચકારી પળો.
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...