માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19861749/
આ વિશ્વા પણ કેવી છે...!!! કોઈપણ અપેક્ષા વિના મારી સાથે જોડાયેલી છે જાણે મારો સાથ આપવા જ મારી જિંદગી માં આવી હોય. કેટલા સહજ ભાવે હમેશાં સાથે રહે છે. કેટલો સરળ સ્વભાવ છે. એટલે જ કહું છું કે, "વિશ્વા મારું એક અદ્ભુત, અલૌકિક વિશ્વ છે. સદાય મારા માટે, મારી સાથે રહેતું મારું વિશ્વ."
"આ લાગણીઓ ના વિશ્વ ની શું યારી હતી...
એ મારા માટેજ જાણે સર્જાણી હતી...
દુનિયાથી ભલે એ રહેતી સદા એ લુપ્ત...
જાણે મારા માટે એ સદા સાથે જ હતી...!!! "
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...