નિરજ
શાંત સ્વભાવ, મક્કમ મનોબળ અને હૈયે છે ધીરજ,
સાદગીની છે મૂરત એ નખરાળી છોરીનું નામ છે નિરજ.
સોહામણો ચહેરો, ગુલાબી હોઠ અને દિલમાં છે એક સ્વપ્ન,
તેને પાર પાડવા ખુદ કુદરત પણ કરી રહી છે તેની સાથે પ્રયત્ન.
તેની મસ્ત ચાલથી પાગલ બની બેસે છે તેનાં પગની પાયલ,
તેનાં નિર્દોષ સ્મિતથી ન જાણે કેટલાયને કરી દીધાં છે ઘાયલ.
એનાં હાથનાં એક મૃદુ સ્પર્શથી મરદાઓને પણ શ્વાસ મળે છે,
પણ તે ઝુકાવે છે જ્યારે તેની પલકો તો જાણે કત્લેઆમ કરે છે.
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269
【 આપ મારી બીજી રચનાઓ માતૃભારતી એપ પર પણ વાંચી શકો છો. 】