એ આવ્યો હમણાં,
આંખો પર બાઝેલા શમણાં.
છે સાવ પાસમાં ને પકડવા જાઉં તો દૂર,
આંખો ઉઘડતા જાય ચહેરા પરનું સઘળું નૂર.
છે આ સત્ય કે પછી ભ્રમણા?
એ આવ્યો હમણાં,
આંખો પર બાઝેલા શમણાં.
વહેલી સવારના ફૂલ પર પડેલું ઝાકળ બિંદુ,
લાગતું સુંદર પણ આવતું હાથમાં ખાલી મીંડું.
એટલા બધા છે નાજુક નમણા,
એ આવ્યો હમણાં,
આંખો પર બાઝેલા શમણાં.
ખોવાયો છું એવો રોજીંદી ભીડમાં,
ભળી ગયો છું સાવ ટોળાના તીડમાં.
જાવું છે દેશ ઉગમણા,
એ આવ્યો હમણાં,
આંખો પર બાઝેલા શમણાં.
શ્રેયસ ત્રિવેદી