કમળ એક કાદવમાંથી જ ખીલે છે
તેમ નરેન્દ્ર મોદી પણ એક સામાન્ય પરિવારમાંથી આવ્યા છે ને આજે દેશના એક વડાપ્રધાન છે.
આ ખુરશી ઉપર બેસવા માટે ઘણા લોકો ધમધમાટ કરતા હોયછે પણ જેના નસીબમાં હોય તેને જ આ ખુરશી મળે છે.
આ ખુરશીમાં જેટલું બેસવું સહેલું લાગે કદાચ પણ બેસ્યા પછી તે બેસનાર ઉપર કેટલી જવાબદારી વધી જાયછે એ જરા પુછો આપણા ઘરના મોટા વડીલને કે કેમ કરીને ઘર ચલાવાયછે! કેવી કેવી જવાબદારીઓ માથે આવી પડતી હોયછે!
સમયે ખાવાનું પણ સરખી રીતે ખવાતું નથી, રાત્રે સુવા માટે સરખી ઉંઘ પણ નસીબે મળતી નથી.
મળવું છે ઘણા બધાને પણ નથી મળી શકાતું કારણ સમયનો એક અભાવ હોયછે.
પરદેશ ગયેલો છોકરો બે વરસે પણ પોતાના માતા પિતાને મળવા આવતો હોયછે ને બે મહિના રહીને પાછો ખુશીથી પરદેશ જતો હોયછે.
પણ પોતાની સગી મા ને ભાઇઓ નજીકમાં જ છે પણ મળવા માટે બે કલાકથી વધુ સમય મળતો નથી કારણ સમયનો એક અભાવ છે.
ફેમીલી સાથે રહેવું ને પોતાની જાતને એકલી રીતે રહેવું એ પુછો આ વડાને કે કેવી રીતે રહેવાય છે એકલા દિલ્હીમાં!