તારા સ્મિતની ભલે ને નિમિત બનતી આખી દુનિયા ,
મને તારી ઉદાસીનો સાથી બનવા દેજે ...
તારી હારે ભલે ને ભળે ટોળા મિત્રોના ,
મને તારા અસ્તિત્વનો પડછાયો બનવા દેજે ..
તારા જ હૃદયનો ધબકાર બનવા દેજે ..
દુનિયા ભલેને કહેતીકે મોજ મજા ને જલસો છેં જીંદગી ,
પણ ,
માની છેં તને જ મેં જીંદગી તો શ્વાસે શ્વાસે ધબકવા દેજે ..
ભલે કવિઓ કહેતા સ્વાર્થની સગી છેં આ દુનિયા ,
અજ્ઞાનનો ખાળાંપટ છે અહીં ,
આડમ્બર અને અભાવોથી ખદબદતી છેં આ દુનિયા ,
પણ સાંભર મને આ બધાથી પળ , અપવાદ બનવા દેજે..
સાંભર ...
આંખના પલકારમાં ,
સળકતા સમયમા ,
તારા સ્મરણમાં ,
સહરાના રણમા,
માત્ર પળ માટે નહીં અનંતકાળ સુધી તારી સાથે વિસ્તરવા દેજે ...
અત્તરનો પમરાટ વ્હાલી અમને ના શોભે ,
મને તારી ફોરમથી મ્હેકવા દેજે ...!
તારો જ વ્હાલી બસ , તારો રહેવા દેજે ..!
બહું બધું યાદ કરું છું બાબુ ....!
લબ ઉ સો મચ .....