નવા વર્ષે ની સાચી ખુશી તો આપણને ત્યારેજ મળશે કે જ્યારે એક ગરીબના ઘરમાં એક ખુશીનો દીવો પ્રગટાવી
શું..અથવા એક પેકેટ મીઠાઈનું પહોંચાડીશું...
ગરીબના ઘરમાં પણ નાના નાના બાળકો હોયછે...
ક્યાંથી લાવશે તેઓ મોંઘી મીઠાઈઓ!
ક્યાંથી લાવશે તેઓ મોંઘા ફટાકડા!
ક્યાંથી લાવશે તેઓ નવા કપડાં!
કોઈને કંઈ આપીને આપણે દિવાળી કે નવું વર્ષ મનાવી શું તો એ ખરેખર સાચું કહેવાશે.
બાકી તો દિવાળીઓ આવીયા કરશે ને વરસો પણ બદલાયા કરશે.
બસ એથી કોઈ વિશેષ ફરક આપણને પડવાનો નથી.
એક ગરીબના ઘરમાં મીઠાઈનું એક નાનું પેકેટ આપીને તો જુઓ...
કેટલી ખુશી તેમના ચેહેરા ઉપર આવેછે!!!
એજ આપણો સાચો આનંદ છે.