આરોપી...
વાહ, ગજબનો ન્યાય છે તારો !
શું પ્રેમ તને હતો જ નહી ક્યારેય?
શેને આમ પથ્થર થઈ બેઠી છે !
જવાબ આપીશ મને એકવાર ?
માન્યું ભૂલ હતી તને ચાહવાની,
પણ શું તે આ ભૂલ કરી જ નહોતી?
કાલ સુધી વ્હાલો હતો હું તારો,
તો આજ હું અજનબી કઈ રીતે!
તું આટલી મતલબી ના હોઈ શકે,
એટલો વિશ્વાસ તો છે તુજ પર !
બોલને શું ગુનો થઈ ગયો મારાથી,
કે આમ આરોપી જ બનાવી દીધો.
જઈશ દૂર હું ફરી નહિ આવવાને,
ફક્ત તારા માટે તને ખુશ જોવાને!
મિલન લાડ. વલસાડ.