#LoveYouMummy
મમ્મી હું તારું ઋણ ક્યારેય ઉતારી શકું એમ નથી, છતાં તને દુઃખ ના પહોંચે, તું સદાય સ્વસ્થ અને ચિંતા મુક્ત રહે એ માટેના તમામ પ્રયત્નો કરવાની જવાબદારી મારી છે. હમણાં દશેરાનો પ્રસંગ મને યાદ છે. તે ગરબા મુકવાની માનતા એક મંદિરે રાખી હતી જે આપણાં ગામથી ખૂબ જ દૂર હતું. અને તું જાણે છે કે હું મંદિર અને માનતામાં વિશ્વાસ નથી કરતો. એટલે એ મંદિરે તે જાતે જવાનું નક્કી કર્યું. તપાસ કરતાં માલુમ પડ્યું કે એ દિવસે મંદિરે મેળો હોય છે. માટે હું જઈ આવું એમ કહી ને ત્યાં ગયો. ત્યારે મને ખરેખર લાગ્યું કે તને ના મોકલી એજ સારું હતું. 3 કિલોમીટર ચાલી ગરબા ઊંચકીને લઈ જવા કેટલું કઠિન હતું. હું વાઘેશ્વરી માતાના કારણે નહિ પણ મારી "મા"ના કારણે આવ્યાનો આનંદ મને હતો.
@શ્યામ
પોતાના દુઃખોને દિલમાં દબાવી કોઈને ના કહે
નથી કોઈ એના જેવું, જગત જેને "મા" કહે