#LoveYouMummy
મા આવને મારી પાસે થોડું બેસ ને..!!!
મેં હંમેશા તને દોડતી જોઈ છે,
કંઈક ને કઈંક ગોઠવતા જોઈ છે,
મારા ફ્યુચર માટે ગભરાતાં જોઈ છે,
ના ગમતી શિખામણો આપતાં જોઈ છે,
તારી સાથે થોડી તારી યાદો શૅર કરવી છે.
તારી મારી સાથે શરૂ થયેલી નવી જિંદગીની વાતો કરને..!!
તારી સાથે થયેલા અણબનાવોની વાતો કરને..!!
ક્યારેય તારી વાતોને ગંભીરતાથી લેવાનું ના સૂઝ્યું મને !
હવે તારી જગ્યાએ આવીને ઊભી છું ત્યારે તારી ખોટ વર્તાય છે.
તને જે ના મળ્યો એ બધો જ પ્રેમ તું એકલી મને આપવા માટે મથતી રહી !!
હું ક્યારેક મારી ના સમજીમાં એ પ્રેમમાં ગૂંગળાતી રહી !!
આજે મને એ પ્રેમ, એ સમય એ તારો સંગાથ જોઈએ છે !!
જીવનની થપાટોથી ધોળા થઈ ગયેલા તારા વાળ મારે કાળા કરવા છે.
સાથે વિતાવેલી ક્ષણોમાં હંમેશા તારા ચહેરા પર રહેતુ તેજ જોવું છે.
મારે ફરી મારું બાળપણ તારી સાથે મગજમારી કરતાં વિતાવવું છે !!!
મને એ "સમય" એ "મા" જોઈએ છે.
@નિધિ