બાળગીત
કેરીબેન
કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત !
એમાં આખ્ખાએ ગામમાં કરતી પંચાત....
કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત !
દાડમનો દીકરો તો હજી'ય બહું નાનો !
પેરુંનો બાબુડો બેસે ના છાનોમાનો...
કેળાંની દીકરી બોલે એ..બી..સી..ડી !
સટ્રોબેરીનાં માથાં પર ચડી ગઈ કીડી...
નારંગીને ઉગી ગઈ પુંછડીઓ સાત !
કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત !
લ્યો, તરબુચે પહેરી લધી મજાની ટૉપી ...
ફૉટાઓ પાડી નારંગી આપે 'ફૉટો કૉપી' !
સફરજનના ગાલ ઉપર કર્યો છે મૅકપ !
કેળું તો ખાઈ ગ્યો વાંદરો લપ્ લપ્ ...
ત્યાં ધડાક્ કરીને જાંબુને વાગી ગઈ લાત !
કેરીનાં દીકરાને ફુટ્યાં બે દાંત !