તમને ખબર છે , સંબંધો પણ બે પ્રકારના હોય છે.
ઘણા રૂના તાંતણા જેવા હોય છે , જરાક અમથા ખેંચશો ને ! આમ જ તૂટી જશે , ખબર પણ નહીં પડે કે ક્યારે તાંતણા ખેંચાય ગયા ને તૂટી ગયા ને કદાચ દર્દ પણ નહીં થાય ...!!
.
બીજા ઘણા સંબંધો ને , માંજો પાયેલા પાકા દોર જેવા હોય છે , ગમે તેટલી ખેંચા ખેંચ કરશો, તૂટશે નહીં..!! હા, પણ જેમ તે ઘસાસે, તેમ તેમ હાથને પણ છોલતો જશે , ને અનહદ દર્દ તો આપતો જશે એ અલગથી..!!
.
પણ સાચું કહું તો સંબંધો ચીનાઈ દોરા જેવા હોવા જોઈએ. એની જાત ને કોઈ તોડવાની કે વચ્ચે આવવાની કોશિશ તો કરે , મજાલ એની ? સીધી છિન્ન ભિન્ન કરી નાખે કે સાલો બે માંથી કોઈ એને તોડવાની કોશિશ ન કરે ને બીજો બહારના ની એને "સળી" કરવાની ઔકાદ ન રહે..!!
.
~ અડધી રાતે ઘણી વાર આવા એનલોજી દર્શાવતા વિચારો આવી જતા હોય છે , જે સામાન્ય રીતે ડાયરીમાં નોંધાતા હોય છે , પણ ઘણી વાર અહીં રજૂ થાય છે. !! ઘણા લોકો વખાણે છે તો ઘણા વખારે છે..!!