સાનિધ્ય...
ઝંખતો રહ્યો માં - બાપ ના સાનિધ્ય ને,
એ અનાથ આખરે આવારા બની બેઠો.
સાંપડ્યો સાથ એને એવા નીચ વર્ગનો,
કરુણા ભુલાવી કેવો કઠોર બની બેઠો.
ના ! ભૂલ તો એની હતીજ નહીં ક્યારેય,
તોય અજાણતા કેવા અપરાધ કરી બેઠો.
માંગ્યું જ કયા હતું જીવન એણે સામેથી.
કોકનું પાપ છુપાવવા પોતે બેશર્મ બની બેઠો.
અઘરું છે એકલું ચાલવું આ જીવન રાહમાં,
છત્ર ના હોય સર પર તો ઘણુ સહેવું પડે છે.
બાકી ધારવા જેટલો પણ માણસ ખરાબ નથી,
જેવું સાનિધ્ય પામ્યો એવું આચરણ કરી બેઠો.
મિલન લાડ. વલસાડ - સુરત.