રામ રામ કહે છે
-------------------
રકીબ થઈ પડી છે હવે આ જીંદગી.,
કારવાયે મૌત એમના નામ કહે છે.....!
બાહોશ નજરથી જોવે છે એ બેહોશ,
જ્યાં વિતેલ સંસ્મરણોના જામ ધરે છે...!!
કેવી તો છે ફીતુંર દુનિયા ને અંહીના લોકો,
જીવતા તો નોંચે, ને કાગડાની જેમ ચરે છે...!!!
છે કેટલી નીષ્ઠુર નિર્દય અંહી ની પ્રણાલીયો,
કરે જખ્મી વ્યવ્હારથી ને મીઠી જબાનથી મીઠું ભરે છે..!!!!
જરૂર પહોંચસે મુજ લાગણીઓ કિનારે ખુદાના,
નથી ઊર્મિનું શબ, મળેલ વ્યથા નું ગામ તરે છે....!!!!!
ન્હોતું પૂછતું જીવતા જીવ કોઈ ભાવય '' ભમરા ''
મર્યા બાદ નાખી કંધે, મળી સૌ રામ રામ કહે છે....!!!!!!