ગુપ્ત વંસાવલી ભાગ-2
નગરી વૈશાલી- ધૂમકેતુ
આ ભાગમાં મગધની અંદરની રાજરમતનું ખૂબ સુંદર વર્ણન છે. રાજકારણમાં કોઈ કોઈનું મિત્ર નથી એ વાત આ ભાગમાં ખુબજ સરસ રીતે સમજાવી છે.રાજકારણમાં પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ પણ ગૌણ બની જાય છે. મગધની રાજસત્તા માટે અજાત શત્રુ તેના પિતાને બંદી બનાવે છે અને પછી મારી નાખે છે. મગધ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેતા મહાઆમત્મ્ય વર્ષકારની રાજરમત અને દુરંદેશીને ખુબજ સચોટ રીતે રજૂ કરી છે. મહાઆમત્મ્ય રાજાને પણ કહી દે છે કે તમે અત્યારે મગધ છોડી શકતા નથી તેવો તેનો પ્રભાવ છે.જ્યારે રાજા તેને પૂછે છે કે આ રાજ કોનું છે ત્યારે મહાઆમત્મ્ય કહે છે રાજ તમારું છે પણ આ રાજને સાચવું હું છું. આવા તો કેટલાય અદભુત સંવાદ આ નવલિકામાં છે.આવી અદભુત ઇતિહાસ કથા લખનાર ધૂમકેતુને સત સત વંદન.