શુભ સવાર...
હમણાં થી ખબર નહી કેમ નાના મોટા બધાં જયાં જુઓ ત્યા મરવાની વાતો લઇ ને બેઠા છે. એક વાત સમજાતી નથી શુ મૌત એટલી સસ્તી છે ? અને જીંદગી મોંઘી?
અરે....એટલી બધી એક્સ્પેન્સીવ છે લાઇફ..અને આપણે એટલાં ગરીબ ફટેહાલ કે ઉઠીને શ્ર્વાસ લેવાનું, લોકો સાથે બોલવાનું, કોઇની તકલીફ સાંભળી ને એને હળવાં કરવાનું કે પછી આપણે હળવા થવાનું પણ અઘરું લાગે.
કેમ....? અરે..કેમ...? આપણે એટલા ઓછા કે ટુંકા મનનાં થઈ ગયાં કે આપણને જાત સીવાય કોઈ દેખાતુ નથી..એટલા સ્વાર્થી થઈ ગયા છે કે જે મા બાપે જન્મ આપી ને મોટા કર્યા એમનું પણ કંઇ ઋણ રાખતા જ નથી..મોત જો બોર્ડર પર આવે ને તો વિરગતી કહેવાય..પુછો એમના બાળકો..માતા પિતા કે પત્ની ને કેવું થાય જયારે કોઈ સાવ અજાણ્યાને માટે પોતાની જાત સાથે પરિવાર ને પણ હોમી દે છે..એટલે હવે જે ને પણ આત્મહત્યા જેવાં હલકા ,કાયર નાખી દીધા જેવા વિચારો આવે ને તો મહેરબાની કરી ને આર્મી ના કોઈ પણ વિંગ્ઝ મા જોડાઇ જાવ..કેમકે ત્યા જરુર છે લોકો ની અને જેમને મરવું જ છે એની મોતને પણ સહિદિ નું લેબલ તો મળી જ જશે...મરતા મરતા પણ કોઈનું સારું કરતા જાવ..બાકી આમતો રોજ કેટલાય કાયરો મરે ને કોઈ ને ફર્ક પણ ન પડે..મૃત્યુ હોય તો એવું કે મર્યા પછી પણ લોકો ના દિલો માં જીવાડી રાખે વર્ષો વરસ...