*નવરાત્રી*
રોજ અંગ્રેજી ગીતો પર ઝૂમનારા જ્યારે મહીસાગર ના આને ઢોલ વાગે પર ઝૂમવા લાગે ત્યારે સમજવું કે આ નવરાત્રી આવી,
રોજ ના જિન્સ ને ટી-શર્ટ છોડી ને રાતે ચમકતા ચાંદલા વાળા કેડિયું ને ચણીયા ચોળી જોવા મળે ત્યારે સમજવું કે આ નવરાત્રી આવી,
રોજ માત્ર મંદિર ની બહાર થી માથું નમાવી ને જનારા સાંજે ભાગી ને મંદિર આરતી કરવા આવે ત્યારે સમજવું કે આ નવરાત્રી આવી,
રોજ ભાત ભાત નું પેટ ભરી ને જમનારા જ્યારે નવ દિવસ ઉપવાસ કરે ત્યારે સમજવું કે આ નવરાત્રી આવી,
રોજ ભલે ને ગમે એટલી છોકરીઓ ને હેરાન કરતા પણ નવ દિવસ માતા ની આગળ આરાધના કરવા વાળા ઢોંગી દેખાય ત્યારે સમજવું કે આ નવરાત્રી આવી,
રોજ ની જેમ રાતે થાકી ને સુઈ જવા ને બદલે જ્યારે લોકો આખી રાત ગરબે ઝૂમે ત્યારે સમજવું કે આ નવરાત્રી આવી,
રોજ ના ડાન્સ ને ભૂલી ને જ્યારે કોઈ ગરબા ક્લાસિસ માં જાય ત્યારે સમજવું કે આ નવરાત્રી આવી,
પણ જ્યારે જુના લોકગીતો ને રીમિક્સ કરી ને પણ ગરબા રમાય ત્યારે સમજવું કે આ મોર્ડર્ન નવરાત્રી આવી,
જ્યારે સરકાર નવરાત્રી માં રજા જાહેર કરે ને સાહેબ ત્યારે સમજવું કે ગુજરાત ની શાન નવરાત્રી આવી,
બધું છોડી ને માં દુર્ગા પણ ગરબો રમવા આવે છે
એટલે જ આ માત્ર નવ રાત નહીં પણ નવરાત્રી છે.