સાંજ પડી અને તામરી યાદ આવી!!!!
બીજો એ પણ વિચાર આવ્યો કે..
એમને પણ સાંજ પડી હશે ખરી?
ખરેખર આ સાંજ કોઈ અલગ જ નશો લઈ ને આવે છે ..આમ જોવા જઈએ તો આ પણ એ ક્ષણભંગુર ક્ષણો જ છે જે હંમેશા વીતી જ જાય છે. કયારેય સાથે નથી રહેતી....આમ પણ ક્ષણો ક્યાં મુઠ્ઠી માં પકડાય જ છે. એતો મુઠ્ઠી વાળો ને છટકી જાય. તારું પણ ક્યાંક એવુ જ છે!!!!
સાંજ! આમ તો દિવસની અંતિમ ક્ષણો છતાં એ જ એવી ક્ષણો છે જેમાં માળાઓને એમના પક્ષીઓની પાછા આવવાની આશા હોય છે. રાત્રે પથરીમાં જાગતી આંખોએ જોયેલા સપના પુરા કરવા આખો દિવસ જે આખો બેચેન રહે છે એ જ આખો બીડાવવા માટે તત્પર હોઈ છે. પણ એ જ આખો પાછી નવા સપના જોવા લાગે છે અને બેચેન રહે છે. મને સાંજ પહેલેથી બહુ જ આકર્ષે છે. એક મૃગજળની જેમ. જેને પામવા ગમે તેટલા પ્રયત્નો કરો પણ સ્પર્શો તો સમજાય કે આ તો ખાલી આભાસ હતો. 'તારી....જેમ....'
છતાં પણ એક વાત કહું!!!
જ્યારે પણ મને જોવાની ઈચ્છા થાય ને ત્યારે મને એ પાછા ફરતા પક્ષીઓની પાંખો ની આતુરતામાં જોજો. હું હોઈશ જ ત્યાં. એક થાકેલો પણ પાછો ફરવા આતુર!!! એ સાંજની વાદળીઓમાં જોજો જે વિવિધ આકાર બનાવીને ચાંદ ને આકર્ષે છે. એ બીડાયેલા પુષ્પોમાં જોજો જે કદાચ આ દુનિયાની વાહિયાત માન્યતાનો ભોગ ન બન્યા હોઈ ભલે એ નું જીવન આમ તો ટૂંકું હોઈ છે પણ હર પળ માં એ બીજાને સુવાસિત કરે. હું ત્યાં જ હોઈશ....
પણ................!!!!
હવે એ સાંજ એટલી ખુબસુરત નથી રહી. એ સાંજ મને હવે કોઈ જ સપના નથી બતાવતી. મારી અધૂરપ ને વધારે છે એ સાંજ. મન પાછું જાને કોઈ તારી યાદોમાં નૌકાવીહાર કરવા જતું હોય તેમ લાગે છે અને જે હું હવે નથી ઈચ્છતો. તેથી હવે હું સાંજને નથી જોતો. દરેક સાંજનો એ સૂર્યાસ્થ જાને કાંઈક અધૂરું છોડીને જતો હોય તેમ લાગે છે. મારી ડાયરીમાં લખાયેલ તને સંબોધેલ અધૂરા શબ્દની જેમ!! જેછે તો અનંત પણ છતાં અધુરો....કેમ આ સાંજ પડતા જ વિરહ વિકરાળ સ્વરૂપ લઈ લે છે. હૃદય જાને ધબકારા ચુકી જયું હોઈ તેમ લાગે છે. જેમ જેમ સુરજ પોતાનું અસ્તિત્વ ઓઝલ કરતો જાય છે તેમ તેમ મન ખૂબ વિચલિત થાય છે...એક અનામી લાગણીઓ અને સ્નેહ ને વશ થઈ ને. આ શબ્દો આમ તો તારા સુધી કદી પોહચ્યા જ નથી...અને કદી પોહચે પણ નહીં.આમ પણ મારા શબ્દો તારા સુધી ક્યાં પોહચ્યા જ છે...એક અજાણ્યા ની જેમ શરીરને અથડાઈને પાછા ફર્યા છે અને મૃત્યુ પામ્યા છે. આ શબ્દો ભલે તારા માટે ક્ષણભંગુર હોઈ પણ મારા માટે તને સંબોધીને લખાયેલ દરેક શબ્દો અમરત્વ પામેલ છે.
રજનીશ કેહતા કે પ્રેમ સામાન્ય લોકો ન જ કરી શકે.... પ્રેમ કરવા માટે પાગલ થવું પડે છે...અને આજે એ પાગલ કહીને પ્રેમ ને તરછોડે છે...કેટલા સમજદાર લોકો છે ને!!!!!! આધુનિક મનુષ્ય કદાચ એટલે જ પ્રેમથી વંચિત રહી ગયો છે...જે પ્રેમમાં પોતાનું અસ્તિત્વ શોધે છે એ શોધતો જ રહી જાય છે અને જે પ્રેમમાં પોતાનું અસ્તિત્વ ને ઓગળી દે છે...એ જ પ્રેમને ઉપલબ્ધ થાય છે. પ્રેકટીકલ લોકો પ્રેમની વાતો કરે છે, શિખામણો આપે છે અને નવલકથાઓ લખે છે અને વેપાર કરે છે અને પોતે ખુદ પ્રેમથી વંચિત રહી જાય છે.
@અમીન ઉમેશ