એવું તે શું છે કે એ જોયા કરે છે,
બતાવો મને મનડું મોહ્યા કરે છે.
એવા તે ઇશારા કરો છો શું તમે,
એ વારેઘડીએ જ તાક્યા કરે છે,
ભલા તું ટગરટગર જોયા ન કર ત્યાં,
બધા ત્રાંસી નજરોથી જોયા કરે છે.
એ નયનોના ઘરમાં જવા જીદ કરોના,
ત્યાં ડૂબ્યા પછી કોણ તર્યા કરે છે.
એ ઘરમાં ભલા ખોટું શોધે છે સુખ તું,
સજનને પુછો છૂટવા મથ્યા કરે છે.
બધાના એવા'દૈવ'હોતા નથી કે,
મળ્યું છે પછી એય વેચ્યા કરે છે.
લૂટાઈ જવાનો હતો સોખ એને,
મળ્યું છે પછી કેમ મૂક્યા કરે છે.
પશું -પંખીમાં ભૂલવાનો જ ગુણ છે,
એથી તો એ ભેગાય ફર્યા કરે છે.