વૈભવ
રઢીયાળી રાત ઢળી ગઈ ને,
પ્રભા ની પોર ખીલી ઊઠી.
વાંસળી ના રેલાતા મધમસ્ત સૂર સાંભળીને કદંબ ની ડાળીઓ ઝૂમી ઊઠી.
કાન ઘેલી રાધા એ સરવર પાળ દોટ મુકી ને,
પગ ની પાયલ છનછન બોલી ઊઠી.
તાજગી સભર ખીલેલા ફૂલોની મહેક થી આકર્ષાયેલા પતંગિયા ની ચંચળ રમત દિપી ઊઠી.
આકાશે ઉષા ની લાલીમા પ્રસરી ગઈ ને,
પંખીઓના કલરવ ની ગૂંજ છવાઈ ઊઠી.
ઘુઘવાટા કરતો આ સાગર ને તેની ખારાશ વચ્ચે ઊછળતી માછલીઓની તરલતા રમી ઊઠી.
ઘોર અંધારી રાત ને જગમગ ચાંદલીયો,
આકાશે તારલાઓની ટોળકી ચમકી ઊઠી.
છુટા હાથે વરસી છે કુદરત ધરતી પર,
એને સ્પર્શનારી આ દ્રષ્ટિ પ્રકૃતિ મય બની ઊઠી.
જયેશ વેકરીયા