સૌંદર્ય
જ્યાં જ્યાં નજર કરુ ત્યાં,
વસુંધરા સોહામણી લાગે.
ઝરમર વરસતો મેહુલીયો ને,
વહેતું ઝરણું કેવુ સુંદર લાગે.
આભ ના હદય ને ચીરતી,
પેલી વિજળી બિહામણી લાગે.
અડીખમ ઊભા પર્વત ની વચ્ચે,
ઊછળતી જલધારા રૂપાળી લાગે.
હસતી વન ની વનરાયુ ને,
મંદ વાતો પવન મીઠુડો લાગે.
સજીવન થયુ બાગ નુ સર્વસ્વ,
ફૂલો ની મહેંક મધુરી લાગે.
ખડખડ વહેતુ નીર સરીતા નું,
પ્રવાહ એનો નયનરમ્ય લાગે.
ઘાસ પર બાજેલુ પાણી નુ ટીપું,
ચળકાટ મા મોતી નું કણ લાગે.
ચોમેર વરસી છે કૃપા કુદરત ની,
ધરાતલ આખીયે રળિયામણી લાગે.
જયેશ વેકરીયા