ડાળ
આજ ફરી એક ડાળ લચી છે,
ફુલ તણો આ કુમળો ભાર ઢહી,
કેસરી, ગુલાબી, પીળો રંગ સજી,
ફરી એક ડાળ મહેંકતી થઈ છે.
ગીત મધુરા સાંભળી કોકીલ કંઠે,
ફરી એક ડાળ સુરમયી થઈ છે.
મંદ શાંત વહેતા વાયરા ને સ્પર્શી,
ફરી એક ડાળ ઝૂલતી થઈ છે.
ભ્રમર ના ગુંજારવ મા ભરમાઈ,
ફરી એક કળી શરમાળ થઈ છે.
શુષ્ક પણોૅ તણી હાફતી દયનીય,
વર્ષા ના જળ ની અભિલાષી,
ફરી એક ડાળ વિહવળ થઈ છે.
ડાળ ડાળ બની સર્જાયુ વન મંદિર,
સચેત સમગ્ર ધરતીતણુ જોઇ,
ફરી એક ડાળ હસતી દેખાઇ છે.
જયેશ વેકરીયા