તારૂ ને મારૂ
તારૂ ને મારૂ મળવાનું એવું,
સુગંધ નું જેમ હવામા ભળવું.
તારૂ ને મારૂ હસવાનું એવું,
ખંજન નું જેમ ગાલ મા પડવું.
તારૂ ને મારૂ ઝગડવાનું એવું,
પાણી માં થતાં પરપોટા જેવુ.
તારૂ ને મારૂ ઝુરવાનું એવું,
ચાતક ના કપરા વિરહ જેવું.
તારૂ ને મારૂ રડવાનું એવું,
ખારા આંસૂ ના સમંદર જેવું.
તારૂ ને મારૂ પાગલપણુ એવું,
ઝરણા ની જેમ મુક્ત ઊછળવું.
તારૂ ને મારૂ ભીંજાવાનું એવું,
વર્ષા મા થનગનતા મોર જેવું.
તારૂ ને મારૂ ખીલવાનું એવું,
ફુલવારી મા મસ્ત ભમરા જેવું,
તારૂ ને મારૂ સંગ રહેવાનું એવું,
કમળ મા બાજેલી બૂંદો જેવું.
જયેશ વેકરીયા