મારી બેનાને અર્પણ...
જિવનમાં સદાય ખુશહાલી હોય,
સુખ-સમૃદ્ધિ પગ પખાડતી હોય,
બધી બલાઓ તરીને ચાલતી હોય,
ચારે દિશાઓમાં યશનામની કિર્તી હોય,
હ્રદયમાં કરુણાની નદીઓ વહેતી હોય,
કુદરત પણ એની ખુશીઓને આધિન હોય,
બદીઓની એને કદિયે ઓળખ ના હોય,
એની એક 'ખમ્મા' પર વિધિ ફરી જતી હોય,
જેની આપ જેવી 'બેના' હોય....
અંતમાં બે શબ્દો :-...
કોઇ ભાર પ્રકટ નહીં કરું બેના,કારણ કે તમારી સામે એ બધું ગૌણ છે, હું આ પરિવારનો ઋણી રહીશ કે જ્યાં મને આપ જેવી 'બેના' મળી...
બસ આપ હંમેશા ખુશ રહો, કોઇ કષ્ટ આપના જીવનમાં ના હોય,અને કદાચ ભૂલે-ભટકે કોઇ દુ:ખ આવી પડે, તો મહાદેવ આપની પડખે હોય,અને આપમાં એ દુ:ખનો સામનો કરવાની હામ હોય... બાકી તો આપનો આ ભાઇ છે જ ને... સુખ-દુ:ખને 'ટેક એન્ડ બેક' કરી લેશું... હા હા હા..ખરું ને???
બસ આપ હસતાં રહેજો અને બધી તકલીફો મને પાર્સલ કરતા રહેજો...
જો જો હો, ખાલી કહેવા ખાતર નથી કહેતો...
પાર્સલ કરવાનું છે...
મહાદેવ આપને હંમેશા સુખ-શાંતીમાં રાખે એવી પ્રાર્થના.
.....જય ભોળાનાથ....
...હર હર મહાદેવ હર...
પ્યારી બેનાનો દુલારો ભાઇ...(:-)...