ભોળાનાથ આશુતોષ કૈલાશવાસી
તારા વિના કોના શરણે જાવું મારે.
તારા નામનો એક તો આધાર છે.
સ્મરણ તારું એ તો જીવન સાર છે.
વિષધર,દયાકર આવ્યા દ્વારે...તારા.
તારા રે નામથી ઉર ધબકે છે.
તારી રે યાદમાં મુજને ગમે છે.
ડમરુંધર ,શિવશંકર તારા સહારે..તારા.
માગ્યું વરદાન ભોલે તમે દેનારા.
શિવસરખા ન મળે જગન્યારા.
દિલાવર,શશીધર પ્રાથુ પ્યારે...તારા.
કોઈ ન ખાલી હાથે કદી જાતા.
મારે સર્વસ્વ તમે હે જગતપિતા.
અમરકર, ગંગધર આવો વહારે..તારા.
-ચૈતન્ય જોષી .'દિપક' પોરબંદર.