મુલાકાતની એ પળોમાં સમય શાંત થઈ ગયો,
તારી આંખોમાં જોઈ હ્રદય થોડું ગૂંચવાઈ ગયુ
શબ્દો તો હોઠ સુધી આવીને અટકી ગયા,
અને મૌનમાં જ લાગણી ના અનેક અર્થ સમાઈ ગયા.
એ એક મુલાકાત આજે પણ યાદ રહી ગઈ,
થોડી ખુશી અને થોડો ખાલીપો આપી ગઈ.
આંખો મળ્યાં છતાં કંઈક અધૂરું રહી ગયું,
કદાચ પ્રેમ હતો … જે નિશબ્દ કહી ગયું.... ❤️❤️
Meeta