વિશ્વાસ એક તારો
કોઇ સાથે રહીને પણ જુદા થઈ ગયા
કોઈ જુદા રહીને પણ સાથે રહ્યા!.......
પરીક્ષાઓ થાય છે જીવનમાં ઝાઝીઓ કાન
હારી જાઉ છું તો તું હામ ભરી જાય છે ઓ કાન!
કોને દઉં દોષ હું આ મુશ્કેલીઓનો"પુષ્પ"
મુસીબતો મુજને ઘણું શીખવી જાય છે"કાન"
ખોટા પડ્યા એ વિશ્વાસના દાખલા કાન
સાચા પડ્યા કાન,તારા જ વિશ્વાસના દાખલા!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર