અફસોસ છે અમને કોઈ સમજતું નથી
દર્શન કરે છે દરરોજ તો પણ સમજતું નથી
સાથે શું લાવ્યા હતા ને શું લઈ જવાના છો
સારા કર્મોની સુવાસ ફેલાવીને જ જશો!
રહી જશે ધન દોલત ધરતી ઉપર જ
ભસ્મ થઈ જશે શરીર પણ ધરતી ઉપર જ
સાથે લઈ જવા માટે કશું રહેવાનું નથી
આત્મા તો પરમાત્મામાં ભળી જવાનો છે
તો પછી તમે સાથે શું લઈને જશો
પ્રેમથી રહો સંબંધો જાળવીને રહેજો
- કૌશિક દવે
- Kaushik Dave