દરવાજે થોડી આહટ આવી
છતાં પણ હું કાંઈ ન સમજ્યો
મારી મસ્તીમાં જ એવો જીવ્યો
એકલાને જ દુનિયામાં જોયો
સ્વાર્થ સાધીને આગળ વધ્યો
અચાનક કોઈએ દગો કર્યો
તૂટી ગયું હતું મન મારું
ત્યારે ઈશ્વરને અમે યાદ કર્યો
દિલના દરવાજે ટકોરો પડ્યો
તને સમજાવ્યો છતાં તું ન સમજ્યો
દુનિયા કોઈ એકલાની જ નથી
સ્વાર્થ ત્યજીને મંગલ કામ કરો
બહુ વિચાર્યું પછી જ હું સમજ્યો
હું તો દુનિયામાં તણખલા જેવો
મદ, મોહ અભિમાન ન કરવું
પણ સમજે છે આ માણસ આજે?
કુદરતની થપાટ પડે છે ત્યારે
ઈશ્વર પાસે માંગતા હોય છે આપણે
દરવાજે થપથપાટ જ થાય છે
કુદરત તો વહારે આવે છે
પણ આપણે તુંડમિજાજી છીએ
એટલે કોઈને ગણકારતા જ નથી
ઈશ્વર સહાયતા સદાય હોય છે
આપણે સમજીએ તો જીવન સફળ હોય છે
- કૌશિક દવે
કૃષ્ણ સદા સહાયતે
મહાદેવ કૃપા હર હંમેશ હોય છે
જયશ્રી કૃષ્ણ 🙏
- Kaushik Dave