જો આપણને આપણા જીવનમાં જરા સરખી પણ તકલીફ ન હોય,
તો એનો અર્થ એવો થાય છે કે આપણે આપણા જીવનમાં કંઈ ખાસ નથી કરી રહ્યાં,
અને જો આપણા જીવનમાં પારાવાર મુશ્કેલીઓ અને એ પણ નિરંતર આવતી જ રહે છે,
તો એનો મતલબ એજ કે આપણે ખોટા રસ્તે ચાલી રહ્યા છીએ,
ને જો આપણા જીવનમાં કોઈ કોઈ વાર સમયાંતરે નાની મોટી તકલીફો આવતી રહેતી હોય...
તો એનો અર્થ એજ કે,
આપણને આપણા જીવનની સાચી દિશા મળી પણ ગઈ છે, ને આપણે એ દિશામાં જ આગળ પણ વધી રહ્યા છીએ.