સાપને તમે અમૃત પાઈને મોટો કરો તોય ઝેર ઓકવાનું ના ભૂલે એમ અમુક લોકોનું પણ આવુ જ છે. એટલે વહેવાર રાખવાનું પણ ત્રાજવે માપવાનું.સામેવાળું આપણું રાખે એટલુજ રાખવાનું.અગરબત્તી જેવાં મૂર્ખ નહીં થવાનું કારણ કે અગરબત્તી ને એ નથી ખબર હોતી કે મચ્છર માટે બળવાનું છે કે ભગવાન માટે સળગવાનું  છે. જીંદગીમાં પાત્રતા જોવી જરૂરી છે કારણકે દીવાસળીને એ ખબર નથી હોતી કે મારું ઉપયોગ દિવો પ્રગટવવામાં થવાનું છે કે ગામ સળગાવવામાં 
મિત્રતા કરો તો સજ્જન ની કરજો નહીં તો પેઢીઓ ના સંસ્કાર જાતા વાર નહીં લાગે. મિત્રો લાગણીઓ ના ઘોડાને લગામ માં  રાખજો નહીં તો વાંક કામ નો હશે અને બદનામ પવિત્ર પ્રેમ ને થવું પડશે. ગધેડાને સંસ્કૃતના સ્લોક ભણાવો તોય ભૂકવાનું ના મૂકે લખણખોટા ને લાડકા રાખો તોય ખાય એ થાળીમાં થુંકવાનું ના ચુકે.માટે સતર્ક રહો સુરક્ષિત રહો 🙏🏼જય સીયારામ 🙏🏼✍🏼"આર્ય "