બહાર તો રોશનીનો દરિયો ઘૂઘવે ,
પણ ભીતરનું આકાશ સાવ કોરું છે.
દરેક દિવડો જાણે સવાલ પૂછે,
કે આ તિમિર આજે કેમ મારું છે ?
મીઠાઈમાં સુંઘાય છે અણગમતી ખામી,
હર્ષની વચ્ચે વિરહનો ઘોઘાંટ છે,
પ્રકાશની આ યાત્રામાં પગરવ એકલો ,
બસ છાતીમાં ધૂંટાયેલો અહેસાસ છે.
પણ આશાનું એક તણખલું હજી બળે
આવતા વર્ષે અંધારું નહી હોય ,
આ એકલા દીવડાની વાટ નહી જોવાય,
સાથે હશે કોઈ ,
સંગાથ નવા હોય.
નવું વર્ષ આવે , નવી વાત લાવે,
કોઈ ખભો મળે ને તહેવાર પાવન થાય.