👌કોઈપણ સારા કામની શરૂઆત માટે
આપણે જે સમય, અને માહોલ નક્કી કર્યો છે, એ.....🙏
"એ ક્યારેય નથી આવવાનો"
👉એના માટે 👇
કોઈપણ કામ શરૂ કરવામાં જ્યારે આપણને એવું લાગે કે જો હું હમણાં આ કામ શરૂ કરીશ તો અમુક અમુક પ્રકારના વિઘ્નો આવી શકે તેમ છે, તો સૌથી પહેલાં તો એ બધા કાલ્પનિક વિઘ્નોનું એક લિસ્ટ તૈયાર કરવું, ને પછી જો એ લિસ્ટ પ્રમાણે જો આપણે ધ્યાનથી વિચારીશું, તો આપણને ધીરે ધીરે ખ્યાલ આવવા લાગશે કે મેં ધારેલા વિઘ્નોમાંથી અમુક વિઘ્નો તો ખરેખર છે જ નહીં, એતો ખાલી મારી કલ્પ્ના છે, ત્યારબાદ બીજા તબક્કામાં આપણને ખબર પડશે, કે હવે આ લિસ્ટમાં જે વિઘ્નો વધ્યા છે, એમાંથી બે ચાર વિઘ્નો એવા છે કે જેને હું પહોંચીવળું એમ છું, ને છેલ્લે જ્યારે આપણને ખ્યાલ આવે કે હા આ જે વિઘ્નો વધ્યા છે, એ ખરેખર આવી શકે એવા છે, પરંતુ હું મારું કામ ભલે ધીરે ધીરે પણ ચાલું તો કરી શકું એમ છું, આ રીતે જો આપણે વિચારીશું તો કદાચ હમણાં જ આપણે આપણા જે તે કામની શરૂઆત પણ કરી શકીશું, ને કદાચ આપણા એ કામમાં આપણે અડધે સુધી પહોંચી પણ શકીશું.