શ્રી કૃષ્ણ બધાને ગમે છે
એમના આદર્શ જોવા અને વાંચવા ગમે છે
પણ જ્યારે આપણે વ્યવહારમાં કે સમાજમાં એ આદર્શો અમલમાં મૂકી શકતા નથી..
કારણ ગમે તે હોય પણ
આપણને કૃષ્ણ ગમે છે
દર્શન કરવા તેમજ લીલાઓ જોવી ગમે છે.
કંસ અને બાળ કૃષ્ણ યુદ્ધ જોવું ગમે છે.
કંસનો પરાજય ગમે છે..
પણ જીવનમાં આપણે કોઈ ડર રાખીને ( કોઈ પણ પ્રકારના હોઈ શકે) કંસ કે જરાસંઘ કે દુર્યોધન જેવા વ્યક્તિની પ્રવૃત્તિઓને મુંગા મોઢે જોઈએ છીએ..
જેમ મહાભારત જોવું ગમે છે.
સત્યનો જયજયકાર કરીએ છીએ પણ વાસ્તવિકતા વિપરીત છે.
સત્ય પર અસત્ય હાવી રહેવા છતાં આપણે કંઈ કરી શકતા નથી..
વિચારવા જેવું છે.
જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ 💐 જય શ્રી કૃષ્ણ 🙏