દેહમાં ફસાયેલી,
મનનાં વિકાસને રૂંધાવનારી,
આખો દિવસ શરીર શણગારવાની,
વાળ લાંબા જાડા કરવાની,
ધોળા થવાની,
બીજાની સરખામણી કરવાની,
બીજાને પોતાનાં શરીરનાં દેખાવને જજ કરવાની,
આ બધી દેહને લગતી
પરીકથાઓમાંથી બહાર આવી,
જીવનને અનુસંધાને વાત કરતાં શીખવી જોઈએ.
શરીર સ્વસ્થ રહે એ માટે પૂરતો ખોરાક, સ્વસ્થ મન જરૂરી છે,
બીજાનાં જજમેન્ટથી પોતાને મળેલું શરીર બદલાઈ જવાનુ નથી.
કે નથી અમર થવાનું.
માટી છે માટી રહેવાનું.
પણ જ્યાં સુધી આ માટી જીવિત છે,ત્યાં સુધી પોતાનાં માનસિકવિકાસને રૂંધાવનારું કામ આપણે પોતે કરવાનું બંધ કરીએ.
ઘણાં સમયથી હું એક બેઠક થાય સ્ત્રીઓની ત્યાં હું કયારેય જતી નથી,તો વિચાર્યું આજે શ્રાવણીયો સોમવાર હતો સવારની સ્કૂલ હતી તો ત્યાં જાઉં.
માટે , ત્યાં હું "પરિપકવતા" પુસ્તક લઈને ગઇ'તી અને વિચાર્યું કે એ પુસ્તકમાંથી સારી વાતો એમને કહીશ. બધી જ સ્ત્રીઓ 35- 40 ની આજુ બાજુની એટલે મને થયું એમને પણ મજા આવશે પણ હું કંઈ બોલું એ પહેલાં કે, "આ બધું કંઈ નથી સાંભળવું."
મેં કીધું કંઈ વાંધો નહિ. આજે હું તમને સાંભળું અને એમની વાતો એટલે બસ શરીરને શણગારવાની જ વાતો હોય, "મારું પેઢું ફૂલી ગયું"
" મને ખીલ થયા"
,"મે તો બાળકને જન્મ આપ્યો પછી મારું શરીર ઢોલ થઇ ગયું."
"તું તો કેટલી કાળી છે."
"તારા હાથ કેટલા જાડા છે, તું વેક્સ કરાવતી હોય તો?તારા ઘરવાળાને કેમની ગમે તું?"
"અલી નવરાઇ જ નથી મળતી ફેશ્યિલ કરાવવાની."
આ બધું સાંભળી એકબીજાને શરીરના દેખાવ પ્રમાણે કાપતી કરીને મનને સંતોષનારી સ્ત્રીઓને જોઈ,
મને રઘવા ઉપડ્યો, અને હું પાછી આવી.
કુદરતે દેહ આપ્યો છે એ કેવો છે એ બધાને દેખાય છે, પણ સાથે એક સુંદર મન પણ આપ્યું છે, શા માટે તેઓ એના તરફ જોવાનું પણ ઈચ્છતા નથી?
Get real,
Talk real.
-@nugami