ઝરમર વરસતા આ વરસાદમાં,
વરસાદી ગીત રચાય છે મનમાં.
વિચારું છું એ ઉતારું કાગળમાં,
પણ તું સમાયો છે મારી કલમમાં.
ગીતની રચના ખોવાય તારી યાદમાં,
વિરહનો વરસાદ વરસે મારી આંખમાં,
શ્રાવણના સરવરિયા છે વાદળમાં.
ભાદરવાની ગાજવીજ છે હૃદયમાં,
તું જીવે મારામાં, હું છું તારા હૃદયમાં ?
ગમતો જવાબ જાતે શોધું મગજમાં,
કે હું પણ તો છું તારા દરેક શ્વાસમાં.
તું તો ઘબકે છે મારા દિલની ધડકનમાં,
ધબકાર સાંભળવા આવી જા જીવનમાં.
- Mir