સદાય મને સાનુકૂળ રહેતા, મિત્રો મારા.
ક્યારેક મને પણ એ સહેતા, મિત્રો મારા.
હરવખ્ત સમાનવિચારધારા ન પણ હોય,
તોયે મતભેદે મનભેદ ન કરતા, મિત્રો મારા.
વર્ષો પછી પણ અકબંધ સ્મરણો એમનાં,
નાની નાની વાતે વટ દેખાડતા, મિત્રો મારા.
સાથે ભણતા, સાથે રમતાને છૂટ્યો સંગાથ,
વિખૂટા થવાનો વિષાદ કહેતા, મિત્રો મારા.
કરામત વિધિની કે સગાંથીએ વિશેષ રહ્યા,
આજેય એની યાદે નૈન ભરતાં, મિત્રો મારા.
છે એ પ્રક્ષેપવત્ હરિ હરજન્મે દેજે સથવારો,
અમે એના થકી ઊજળા દેખાતા, મિત્રો મારા.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.