"ચાલ, આપણે એવી જગ્યાએ જઈએ,
જ્યાં સમાજની કટુતા ન હોય,
જ્યાં સગાંસંબંધીનો ઠપકો ન હોય,
જ્યાં શહેરની ભાગાદોડી ન હોય,
જ્યાં કોઈ બંધન ન હોય,
જ્યાં કોઈ નીતિ નિયમો ન હોય,
જ્યાં સંસારની મોહ માયા ન હોય,
જ્યાં તારાને મારા સિવાય કોઈ ન હોય."
"ચાલ, આપણે એવી જગ્યાએ જઈએ,
જ્યાં ખીલખીલાટી કુદરત હોય,
જ્યાં ઝાડ-પાન, ઝરણાં હોય,
જ્યાં ઉંચા રણિયામણા પર્વત હોય,
જ્યાં ઉપર આકાશ, સૂર્યનો પ્રકાશ હોય,
જ્યાં સુગંધી ફૂલોની સુવાસ હોય,
જ્યાં ફક્ત તું અને હું બે જ હોય."
"ચાલ, આપણે એવી જગ્યાએ જઈએ,
કુદરતના ખોળે ફક્ત હું ને તું અનંતકાળ સુધી,
એકબીજાને પ્રેમ કરતા રહ્યે,
પ્રકૃતિના ખોળે વર્ષાના સ્વચ્છ નીરથી,
ઝરમર વહેતાં ઝરણાં નીચે,
વસ્ત્રના કોઈ આવરણ વગર,
તારા તનનું રસપાન કરું,
અમૃત લાગે છે ઝરણાં નું નીર,
જ્યારે તારા દેહ સાથે સ્પર્શી,
મારી જીવ્હા:ને સ્પર્શે છે,
મારા છેલ્લા શ્વાસ સુધી આજ રીતે,
તને પ્રેમ કરવા માટે ઝંખું છું."
-Kevin Patel