યામિની કઈક કહી ગઈ મને....
મારો તિમિર વયો જશે રે...
એટલામાં નયન ખુલી ગયા,
વાસર આવી કહેવા લાગ્યો....
ખોલ ખીડકી ! જો તુ કલ્પી
સુરનો ઉજાસ પથરાઈ ગયો રે...
યામિની કઈક કહી ગઈ મને....
ખોલી ખીડકી ત્યાં તો ! કલ્પી..
લહેરકી રૂપી શીતળ સ્પર્શ...
સમીર આવી આપી ગયો રે..
હૈયું મારું પંખી બની... ..
અધિરુ થયું ગગન ચુમવા...
એટલામાં અનોખું ચિત્ર! કલ્પી
નયનને ભાવી ગયું રે....
સુમનની સુહાશ ઝાકળમાંન થઈ,
આસ રૂપી દિપ પ્રગટાવી ગઇ રે...
યામિની કઈક કહી ગઈ મને....
કપિલા પઢીયાર(કલ્પી)