મારા હોવાનો એક અર્થ લખું..
આવ તને શબ્દ સ્પર્શ લખું..
તને નિરખવા ની વાત જો હોય..
સમય નો ગમતીલો ખર્ચ લખું..
આંખ ની ભીનાશ આમ તો ગમે..
હોઠો પર સહેજ હર્ષ લખું..
તારા સાનિધ્યે ઉલ્લાસ ઉલ્લાસ..
જાય તું એ ક્ષણોમાં દર્દ લખું..
ટેરવાં તારા એ જ તો ઝાંકળ..
કેમ કરી એમાં કોઈ ફર્ક લખું..words from Eshan