આ તો મારા બાળપણાની પ્રિત
એ તો જગતની પુરાણી રીત
એ તો ન જાણે હિત કે અહિત
એ તો મારા મનનો મિઠો મિત
આ તો મારા બાળપણાની પ્રિત
એ તો મારા હૃદયનો સુર સંગીત
એ તો બની ગયું છે મારુ અતિત
આ તો મારા બાળપણાની પ્રિત
એ તો સંબંધોની અદ્રશ્ય ભિત
એ તો ખબર નહીં કે હાર કે જીત
આ તો મારા બાળપણાની પ્રિત
નર આ તો જગતની જૂની રીત
એ તો પ્રવિત્ર એની કોઈ ના ગણિત
આ તો મારા બાળપણાની પ્રિત
નારાણજી જાડેજા
નર