સુરજમુખી સરીખી  દીકરી રે લોલ
સૂરજ જેવું તેનું તેજ જો
દીકરીની જોડ સખી નહીં મળે રે લોલ
સ્નેહનો તો દરિયો જાણે જોઈ લો લોલ
માસૂમ કળી જેવું મુખ જો
દીકરીની જોડ સખી નહીં મળે લોલ
કાલી ને ઘેલી એની બોલી રે લોલ
કૌતુક ભરેલી એની આંખ જો
દીકરીની જોડ સખી નહીં મળે રે લોલ
સૂરજમુખી ફરે સૂરજ ભણી રે લોલ
દીકરી  માવતરની સાથ  જો
દીકરીની જોડ સખી નહીં જડે રે  લોલ
હેતલ પટેલ ( નિજાનંદી )
#Sunflower