સત્યને ક્યાંથી શોધી લાવો છો તમે ?
નિતનવું કૈંકને કૈંક બનાવો છો તમે ?
વાંચેલું આલેખો છો કે સાંભળેલું જે,
જીવનના અનુભવો વધાવો છો તમે.
ભૂલ નથીને શરીરરચનામાં તમારી કૈં?
કે પછી બે હૃદયને ચલાવો છો તમે!
મગજની વાત મગજ સુધી જ પહોંચે,
ઉર આપવીતી ક્યાંથી લાવો છો તમે ?
દુનિયાદારીને સ્વાર્થને સાઈડ કરી દીધાં,
માત્ર લાગણીમાં કેટકેટલા ફાવો છો તમે !
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.