"Barburrito"

પહેલી જ વખત જયારે કવિષ અને કાવ્યા એ "બાર્બરીતો" ની મુલાકાત લીધેલી ત્યારે તેઓ સાવ નવા નવા વિદેશમાં આવેલા. એમને તો નવી વસ્તુ ખાવી હતી. જેવા તેઓ "બાર્બરીતો"માં આવ્યા ત્યારે તેમને મેનેજરને ગુજરાતીમાં ફોન પર વાત કરતા સાંભળ્યા તો તેમને કોઈક પોતીકાની જ રેસ્ટોરન્ટ હોય તેવું લાગ્યું. કવિષે તો ભોળપણમાં કહી દીધું ," જુઓ ભાઈ,  પહેલી જ વખત અહીંયા રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ. શુદ્ધ શાકાહારી છીએ. કંઈક સારું ખવડાવો. " રેસ્ટોરન્ટના માલિકે તો જાણે બિલકુલ ભાવ આપ્યા વગર  પોતાના રેસ્ટોરન્ટમાં મળતી બધી જ વાનગીઓ વિશે અંગ્રેજીમાં સમજાવવા માંડ્યું. અંતે કવિષે જેમ તેમ કરીને પોતાની ગમતી વાનગી તૈયાર કરાવડાવી . બિચારી કાવ્યાનો તો મુડ જ બગડી ગયો. જેમ તેમ કરીને બિલ ચૂકવીને તેઓ ત્યાંથી રવાના થયા. જે વ્યક્તિને પોતાની માતૃભાષા પ્રત્યે માન ન હોય અને પોતાના વતનના લોકો માટે માન ન હોય તેવા લોકો પાસેથી કોઈ વસ્તુ ખરીદવી નહીં તેમ મનોમન નિર્ણય કરીને કવિષ અને કાવ્યા ત્યાંથી રવાના થયા.


 

Gujarati Story by Vihad Raval : 111755473
Vihad Raval 3 year ago

તમે કેમ લખતા નથી ?

Vihad Raval 3 year ago

ખુબ ખુબ આભાર

Shefali 3 year ago

વાહ.. ખૂબ સરસ અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now