મારા શબ્દો ને ટોડલે બેઠું  રહેતું મરક હાસ્ય
   ને "હું ઘેલી" ના લોકોની સમજ ના તારણ થયાં!

શબ્દો મારા રમે હાસ્ય સાથે સંતાકૂકડી
    ને કાનો માતર વગરની સંવેદનાના ભારણ થયાં!

શબ્દો મારા આગની ઠંડક અર્પે ને બરફ સા ભભૂકે
    ને  કેટલાકના  હૃદયની વેદનાના મારણ થયાં!

શબ્દોના હાસ્ય થકી પહોંચવું મારે હર હૃદય
     ને  તો ય ખાલી લાઈક ને કૉમેન્ટ ના કારણ થયાં!

શબ્દોથી દર્દ  ને વેદના જ્યારે વહેંચવાનું ચાલુ કર્યું,
     ને  ત્યારે જ વાહવાહીની દુનિયામાં પગ મંડારણ થયાં!

-Amita Patel

Gujarati Poem by Amita Patel : 111728720
Kamlesh 2 year ago

અદ્દભુત રચના અમિતાજી...!!!

shekhar kharadi Idriya 3 year ago

અતિ સુંદર અભિવ્યક્તિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now